ફિક્સ પે આધારિત ભરતી પ્રથા નાબૂદ થવાના એંધાણ

ગાંધીનગર છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરીછે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.

કર્મચારીઓની કામગીરી પર અસર થતી હોવાથી ફક્સપગારનીપદ્ધતિને દૂર કરવાનીવિચારણા

મુખ્યમંત્રી અને વિવિધ મંત્રીઓ વચ્ચે થયેલી વાટાઘાટો પ્રમાણે આ પદ્ધતિથી કર્મચારીઓની કાર્યની અસરકારતા પર ફેર પડતો હોવાથી આ પ્રથાના સમૂળગી દૂર કરવા વિચારણા થઈ રહી છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અત્યારે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતી કરવાની પ્રથા અમલમાં છે. ફિક્સ પગાર પ્રથા એટલે કર્મચારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા જ ક૨વામાં આવે છે અને અમુક ચોક્કસ સમયગાળા પછી તેમને કાયમી કરાઈ છે. જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથા એટલે કે ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સિંગ એટલે કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને જરૂરી માનવ બળ પૂરું પાડવામાં આવે છે. આ ત્રણ પદ્ધતિથી સરકાર અત્યારે ભરતી કરી રહી છે. રાજ્યમાં ફિક્સ પગારના 3.80 લાખ અને કોન્ટ્રાક્ટ

હાલમાં રાજ્યમાં ફિક્સ, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગને મળીને કુલ 10.80 લાખ કર્મચારી છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર મોટી નાણાંકીય જોગવાઇ સાથે આ પ્રથાના દૂર કરીને કાયમી ભરતીઓ પર આગળ વધે તેવી ગતિવિધિ હાથ ધરાઇ છે.

હાલ ફિક્સ, આઉટસોર્સિંગ મળી10.80 લાખ કર્મચારી

તેમ જ આઉટસોર્સિંગ મળી કુલ 10.80 લાખ કર્મચારી છે. આ પદ્ધતિને દૂર કરી સરકાર કાયમી કર્મચારીની ભરતી કરવાની પદ્ધતિ પર આવવા વિચારણા કરી રહી છે. આગામી બજેટમાં આ માટેની પૂરતી નાણાકીય જોગવાઈ કરીને સરકાર ફિક્સ, કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા દૂર કરે તેવી શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી હતી.

 

Leave a Comment

ads