એક જ મહિનામાં ઇન્ડિયન આર્મીમાં ત્રણ મોટી ભરતી.

SSC ટેક કોર્સ, NCC સ્પેશિયલ કોર્સ, JAG માટે પુરુષ-મહિલા ઉમેદવારો અરજી કરી શકશે.

ઇન્ડિયન આર્મીએ ત્રણ મોટી ભરતીની જાહેરાત કરી છે. આ ત્રણ ભરતીઓ ઓફિસર લેવલની છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પરથી અરજી કરી શકશે. સૌ પ્રથમ 26 જુલાઇથી શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ટેકનિકલ પુરુષ અને મહિલાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થશે. ત્યાર બાદ 17 ઓગસ્ટથી એસએસસી, એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અંતર્ગત અરજી કરી શકાશે. ત્રીજી ભરતી એસએસસી જગ એન્ટ્રી સ્કીમ માટે 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થશે. કોર્સની શરૂઆત એપ્રિલ -2023થી શરૂ થશે. આ ત્રણેય ભરતીનું વિસ્તૃત નોટિફિકેશન અને અરજી માટે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. આ તમામ પ્રકારની એલ્પિકેશન ફી ભરવાની નથી.  

 

ભરતી:160 મો એસએસસી ટેક પુરુષ અને 31મો એસએસસી ટેક મહિલા

અરજી પ્રક્રિયા: 26 જુલાઇથી 24 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે.

શૈક્ષણિક યોગ્યતા: બીઇ કે બીટેક

વય મર્યાદા: 20 થી 27 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છુટછાટ મળશે. 

 

ભરતી:2 53 મો એસએસસી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી કોર્સ

અરજી પ્રક્રિયા: 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે.

શૈક્ષણિક યોગ્યતા: ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ અને એનસીસી બી કે સી સર્ટિફિકેટ જરૂરી.

વય મર્યાદા: 19 થી 25 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છુટછાટ મળશે. 

 

ભરતી:3 – 30 મો એસએસસી જેગ એન્ટ્રી સ્કીમ કોર્સ

અરજી પ્રક્રિયા: 24 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે.

શૈક્ષણિક યોગ્યતા: ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે એલએલબી. ઉમેદવાર બાર કાઉંસિલમાં એડવોકેટ

તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે પાત્ર હોવા જોઇએ.

વય મર્યાદા: 21 થી 27 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છુટછાટ મળશે. 

પસંદગી પ્રક્રિયા:- ઉમેદવારની પસંદગી અરજીઓના શોર્ટ લિસ્ટીંગ પછી એસએસબી/ઇન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ,

વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટના માધ્યમથી કરાશે.

આ રીતે અરજી કરો:- સૌ પ્રથમ આર્મીની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જાવ. ત્યારબાદ સંબંધિત કોર્સની સામે ‘એપ્લાય ઓનલાઇન’ પર કલિક કરી રજિસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ફૂર્મ ભરી તેની પ્રિન્ટ આઉટ લઇ લો.

 

Leave a Comment

ads