ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં ટ્રેની, પ્રોજેકટ એન્જિનિયરની 150 વેકેન્સી

અંતિમ તારીખ – ઉમેદવારો 3 ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરની 150 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવી છે. તેમાં ટ્રેની એન્જિનિયરની 80, પ્રોજેકટ એન્જિનિયરની 70 પોસ્ટ છે. અરજી કરવાની અંતિમ તારીખ 3 ઓગસ્ટ છે. આ ભરતીનો કોન્ટ્રાક્ટ આધારિત હશે.

શૈક્ષણિક યોગ્યતા:- એઆઇસીટીઇમાંથી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ચાર વર્ષનું બીએસસી  એન્જિનિયરિંગ કે બીઇ કે બીટેક.( એન્જિનિયરિંગ સબ્જેકટસ: ઇલેકટ્રોનિક્સ/ઇલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્/ઇલેકટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન/કમ્યુનિકેશન/મિકેનિકલ/ઇલેકટ્રિકલ/ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનિક્સ/કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી. એસસી/એસટી, દિવ્યાંગ ઉમેદવારો માટે પાસ હોવું જરૂરી.

અનુભવ:- ટ્રેની એન્જિનિયર માટે છ મહિનાનો અનુભવ અને પ્રોજેકટ એન્જિનિયર માટે બે વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.  

એપ્લિકેશન ફી:- જનરલ, ઇસબ્લ્યુએસ, ઓબીસી ઉમેદવારોએ પ્રોજેકટ એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 472, ટ્રેની એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 177 ફી ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારોએ કોઇ ફી ભરવાની નથી.

સેલેરી:- ટ્રેની એન્જિનિયરને શરૂઆતમાં પ્રતિમાસ રૂ. 30 હજાર જ્યારે પ્રોજેકટ એન્જિનિયરને મહિને રૂ. 40 હજાર સુધી સેલેરી મળશે.  

પસંદગી પ્રક્રિયા:- લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના માધ્યમથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

 

Leave a Comment

ads